ઓગસ્ટના અંતથી શરૂ થયેલો આ વરસાદનો દૌર ઓક્ટોબર સુધી અલગ-અલગ તબક્કામાં યથાવત રહેશે.
આગામી સોમવારથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જાર ફરી વધશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. ગ્રહોના નક્ષત્ર અને બદલાતા હવામાન પરિબળોને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોમાં આગામી સમયમાં સારો વરસાદ પડવાની શક્તાયતા છે. ઓગસ્ટના અંતથી શરૂ થયેલો આ વરસાદનો દૌર ઓક્ટોબર સુધી અલગ-અલગ તબક્કામાં યથાવત રહેશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ૨૩ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટÙના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓ વેગ પકડશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જાર વિશેષ રહેવાની શક્તાયતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં ૪ વરસાદી સિસ્ટમ (જેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે) સક્રિય છે. આ સિસ્ટમની અસરના કારણે આગામી ૭ દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જાવા મળશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.ચોમાસાની ઋતુમાં ૧ જૂનથી ૨૧ ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૫૧૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૫૩૦ મિલીમીટર વરસાદ થવો જાઈએ, જેની સરખામણીએ હાલ રાજ્યમાં માત્ર ૪ ટકા વરસાદની ઘટ જાવા મળી રહી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ સારો વરસાદ વરસે તો આ ઘટ પણ પૂર્ણ થઈ જવાની પૂરી શક્તાયતા છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તારીખ ૨૩થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટÙના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડવાની સંભાવના છે. હાલમાં મિશો વેવ સક્રિય ન હોવા છતાં અને પેસિફિક મહાસાગરની સિસ્ટમો બંગાળની ખાડીનો ભેજ ખેંચતી હોવા છતાં સ્થાનિક પરિબળોથી ફેરફારો જાવા મળશે. ખાસ કરીને, જાપાન અને દક્ષિણ ચીનની સિસ્ટમોના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવવાથી તારીખ ૨૬ ઓગસ્ટથી બંગાળની ખાડી વધુ સક્રિય બનશે, જેનાથી રાજ્યમાં વરસાદનું જાર વધશે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તારીખ ૬ થી ૧૦ સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તારીખ ૧૨ સપ્ટેમ્બર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો સક્રિય થવાથી રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. તારીખ ૨૩ સપ્ટેમ્બર બાદ તાપમાનમાં વધારો થવાથી લો પ્રેશર સર્જાશે, જેને લીધે સૌરાષ્ટÙ અને ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. ચોમાસાના અંતિમ ચરણમાં એટલે કે તારીખ ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, ૧૦ ઓક્ટોબરની આસપાસ દરિયામાં એક મજબૂત સિસ્ટમ સર્જાવાની શક્્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે અને સારો એવો વરસાદ વરસી શકે છે.










































