કુકાવાવના જંગર ગામે તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ચંદુભાઇ વલ્લભભાઇ વસાણીએ (ઉ.વ. ૬૦) જાહેર કર્યા મુજબ, અજાણ્યા ચોર ઇસમોએ રાત્રિના સમય દરમિયાન તેમના રહેણાંક મકાનના રૂમની, બજાર તરફ પડતી બંધ બારીના દરવાજા તોડ્‌યા હતા અને બારીમાં રહેલી લોખંડના સળિયાની ગ્રીલને કોઇ ધારદાર હથિયારથી કાપી, બારી વાટે રૂમમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જે બાદ રૂમની અંદર રહેલા લાકડાના કબાટના દરવાજા ખોલી, કબાટમાં રાખેલી ચાંદીની લક્કી (જેની આશરે કિંમત રૂ. ૨૫૦૦) તથા ચાંદીનું બ્રેસલેટ (જેની આશરે કિ.રૂ. ૨૦૦૦) મળી કુલ રૂ. ૪૫૦૦ની મતાની ચોરી કરી હતી.તેમજ તેમના ભાઇ કનુભાઇ વલ્લભભાઇ વસાણીના બંધ રહેણાંક મકાનની વંડી ટપી, ઘરમાં પ્રવેશ કરી, બંધ રૂમના દરવાજાનો નકુચો તોડી રૂમમાં રહેલો લોખંડનો કબાટ ખોલી સામાન વેરવિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, પરશોત્તમભાઇ ઉક્કાભાઇ વસાણીના ફરજામાંથી તેમનું મોટર સાયકલ પણ ચોરી કરીને લઈ ગયા હતા.