ધારી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી સતત કમોસમી વરસાદ (માવઠું) વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની બાબતને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો દ્વારા ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે એ માગણી કરવામાં આવી હતી કે, વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી, ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈને ખેડૂતોને સહાય આપવા માટે સરકારને અપીલ કરી હતી.