ઉનાના ગરાળ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ૧૦૦ વર્ષમાં પહેલીવાર ધ્વજ સાથે પથ સંચાલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. પથ સંચાલન ગરાળ પ્રાથમિક શાળાના મેદાનથી શરૂ થયું હતું. સ્વયંસેવકો શિસ્ત સાથે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. ગ્રામજનોએ રસ્તાઓ પર રંગોળી સજાવી ફૂલો વરસાવી સ્વાગત કર્યું હતું. ઉના તાલુકાના સંઘના પદાધિકારીઓ, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાળાના મેદાનમાં પરત ફર્યા બાદ શસ્ત્ર પૂજન યોજાયું હતું. અંતે ગ્રામજનોએ નાસ્તાની વ્યવસ્થા કરી હતી.






































