આગામી ૧૫ ઓગસ્ટે ઉજવાનાર સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લામાં યોજાનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮ ઓગસ્ટના રોજ ભવ્ય વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭ વાગ્યે સરદાર પટેલ રમત સંકુલથી વોકેથોનનો પ્રારંભ થશે. નિર્ધારિત રૂટ મુજબ યાત્રા ફોરવર્ડ સર્કલ (સેન્ટર પોઈન્ટ), નાગનાથ મંદિર, રાજકમલ ચોક થઈ ફરી સેન્ટર પોઈન્ટ માર્ગે સરદાર પટેલ રમત સંકુલ ખાતે પૂર્ણ થશે. દેશભક્તિની ભાવના સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ આયોજનમાં અમરેલી શહેરના નાગરિકો, યુવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં જોડાય અને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તેવો જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.