અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં એંજલ સિનેમા સામે, કિસાન મોલની ઉપર આવેલ સ્ટેપ અપ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો ભવ્ય શુભારંભ આજ રોજ સવારે ૯ઃ૦૦ કલાકે યોજાશે. વિક્રમ સંવત ૨૦૮૨, આસો સુદ ૧ ના શુભ દિવસે થનાર આ મંગલ પ્રારંભમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી અને સંજોગ ન્યુઝ અમરેલીના વસંતભાઈ મોવલીયા ઉપસ્થિત રહેશે. નિલેષભાઈ દેસાઈ, બહાદુરસિંહ રાઠોડ અને જયપાલસિંહ ખેર દ્વારા આ ઉદ્દઘાટન પ્રસંગે તમામ શહેરીજનોને આમંત્રણ પાઠવ્યું છે.
નિલેષભાઈ દેસાઈ, બહાદુરસિંહ રાઠોડ અને જયપાલસિંહ ખેરના જણાવ્યા મુજબ, અહીં અનુભવી પેથોલોજીસ્ટ અને ટેકનીશયન સ્ટાફ દ્વારા અતિ આધુનિક મશીનો વડે સચોટ નિદાન કરી આપવામાં આવશે. ડોક્ટર દ્વારા લખી આપેલ તમામ રિપોર્ટ કરી અપાશે અને સચોટ રિપોર્ટ ઈ-ડીજીટલ સ્વરૂપે પણ મળશે. દર્દીઓ માટે ફુલ બોડી ચેકઅપ, મેડીકલેમ ધરાવતા દર્દીઓ તથા ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગના દર્દીઓ માટે ખાસ પેકેજ રાખવામાં આવ્યા છે. એક ફોન કોલથી ડોર ટુ ડોર કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ડો. પ્રશાંત રાબડીયા અને ડો. નયના ભાલોડીયા (પેથોલોજીસ્ટ) દ્વારા આધુનિક ઢબે રીપોટીંગ કરવામાં આવશે. દર્દીઓ માટે એકજ સ્થળ પર તમામ પ્રકારની લેબોરેટરીની સેવાઓ ઉપલબ્ધ થવાથી દર્દીઓને વધુ તપાસ માટે બહારગામના ધક્કા ખાવા પડશે નહીં. વધુ માહિતી
માટે ૯૮૨૪૯ ૮૨૮૦૦ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.