અમરેલીના વડેરા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એન.સી.ડી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના ૬૭ લોકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. જાટ્ટ અને મેડિકલ ઓફિસર ડો. મીત મોદી અને ડો. કીર્તિ મણવર હાજર રહ્યાં હતા. ડોકટરોએ દર્દીઓની તપાસ કરી અને પ્રાથમિક સારવાર આપી હતી. આ કેમ્પમાં વડેરાના સ્થાનિક સ્ટાફ સપનાબેન રાણવા, કિરણબેન દુધાત, ડી.જી. રાજ્યગુરૂ, બીલકીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવે જહેમત ઉઠાવી હતી.