અમરેલીમાં ગત તા. ૯-૧૦-૨૦૨૬ના રાત્રિના ૧૧ઃ૧૨ કલાકે ૧૧૨ ઇમરજન્સી નંબર દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમને ઠેબી ડેમમાં ક્રેટા કાર ડૂબી હોવાની જાણ કરાઈ હતી. કારમાં કોઈ વ્યક્તિ છે કે નહીં તેની માહિતી ન હોવાથી ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમે અંદાજે અડધો કલાક સુધી કારની અંદર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. તાલુકા પોલીસ અને કારમાલિક પણ સ્થળે પહોંચ્યા હતા. કારનો નંબર ય્ત્ન ૦૧ દ્ભરૂ ૪૨૬૭ છે.