બાબરા તાલુકાના થોરખાણ ગામે આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસ નિમિત્તે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્ડલ લાઈટ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કો-ઓર્ડિનેટર કૈલાસબેન પરમારે ગાયત્રી સેવા સંસ્થાનની કામગીરી, બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં બાળ લગ્ન, બાળ મજૂરી, પોક્સો અધિનિયમ તથા ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્ડલ પ્રગટાવી ગ્રામજનોને બાળ લગ્ન મુક્ત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ રેલી પણ યોજાઈ હતી.










































