ગોકુળપરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખી ૧૯ વર્ષના યુવક પર છરી વડે હુમલો કર્યાની ઘટના હત્યામાં પરિણમી છે. પાનની દુકાને ફાકી લેવા ગયેલા જયેશ ચાવડા પર બે શખ્સોએ બોલાચાલી બાદ ગડદા-પાટુનો માર માર્યો હતો અને એક શખ્સે છરી વડે ગળા નીચે છાતીના ઉપરના ભાગે જીવલેણ ઘા ઝીંક્્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જયેશને સારવાર માટે સિવિલ હોÂસ્પટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં હુમલાની ઘટનામાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે.
રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય જયેશ ચાવડા ગત ૨૭ નવેમ્બરની રાત્રે આશરે પોણા અગિયારેક વાગ્યે તેના મિત્રો સાથે ગોકુળપરા શેરી નંબર-૪માં આવેલી સિદ્ધાર્થ પાનની કેબિન પાસે ફાકી લેવા ગયો હતો. તે દરમિયાન ધવલ મકવાણા અને જયવિન ગોહેલ એÂક્ટવા લઈને ત્યાં પહોંચ્યા હતા. જયેશ સાથે અગાઉ આશરે ત્રણ મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને બંને શખ્સોએ તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી.
જયેશે બોલાચાલી કરવાની ના પાડતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી ગડદા-પાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ધવલ મકવાણાએ પોતાની પાસે રહેલી છરી કાઢી જયેશના ગળાથી નીચે છાતીના ઉપરના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં જયેશ ગંભીર રીતે ઘવાતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જયેશના મિત્રો તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોÂસ્પટલ લઈ ગયા હતા, જ્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ જયેશના પરિવારને થતાં તેના પિતા મુકેશભાઈ ચાવડા અને ભાઈ નિખિલભાઈ હોÂસ્પટલ પહોંચ્યા હતા. તે સમયે જયેશ બેભાન હાલતમાં હતો અને તેની સારવાર ચાલુ હતી. આ બનાવ અંગે પિતા મુકેશભાઈ ચાવડાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયેશનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હુમલાના બનાવને હત્યામાં ફેરવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો સહિતની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલા આ હુમલાએ એક પરિવારનો યુવાન દીકરો છીનવી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.