અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા નજીક ગુજરાતી અભિનેતા ઓજસ રાવલ સિંહ દર્શન કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. અભિનેતાએ પોતે સિંહ દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા બાદ ગેરકાયદે સિંહ દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે તપાસ શરૂ કરી છે.આ અંગે ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે અભિનેતા ઓજસ રાવલને વન વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનામાં વન વિભાગના કોઈ કર્મચારીની સંડોવણી સામે આવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલાની તપાસ એસીએફ પાલીતાણાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન સિંહ દર્શન માટેની વ્યવસ્થા કોણે કરી હતી અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.
સામાન્ય નાગરિક સામે કડક હાથે કામ કરનારા વનવિભાગ અભિનેતા સામે કેવી રીતે કામગીરી કરે છે તે હવે તપાસના અંતે જ ખબર પડશે.