અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળોએથી નશામાં ઝૂમતા ૧૩ શરાબીઓને ઝડપી પાડ્‌યા હતા. મિતિયાળા, ડુંગર, મરીન પીપાવાવ, લીલીયા, સાવરકુંડલા, સરંભડા, નાગેશ્રી, હાવતડ અને રાજુલામાંથી મળી કુલ ૧૩ ઈસમો કેફી પીણું પીને ફરતી હાલતમાં મળી આવ્યા હતા. જાફરાબાદમાંથી એક લિટર, સાવરકુંડલામાંથી બે લિટર અને દામનગરમાંથી ચાર લિટર મળી કુલ સાત લિટર પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો