જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ, અમરેલી દ્વારા આગામી ૨૯ જાન્યુઆરી, ૨૦૨૭ અને ૧૪ માર્ચ, ૨૦૨૭ના રોજ અમરેલી શહેર ખાતે બે તબક્કામાં ૩૨મા અને ૩૩મા મર્યાદિત સંખ્યાના સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ગરીબ, મધ્યમ વર્ગ અને માતા-પિતા વિહોણી દીકરીઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. સમિતિ દ્વારા વર-કન્યા તથા પરિવારને ઉપયોગી થાય તેવી ૧૫૦ જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવશે. સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારોએ સમિતિના અગ્રણીઓ ધીરુભાઈ મકવાણા (૯૮૭૯૨ ૭૭૬૮૪), ભનુભાઈ થળેસા (૯૬૨૪૧ ૩૩૫૦૯) અથવા મુકેશભાઈ સોલંકી (૯૮૨૫૨ ૭૮૭૨૯)નો સંપર્ક કરવો. વધુ માહિતી માટે સમિતિની ઓફિસ નંબર-૧૬, પહેલો માળ, નારણ પ્લાઝા, ભીડભંજન મહાદેવ મંદિર સામે, અમરેલી ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.




































