બાબરા પોલીસ સ્ટેશનના કોટડાપીઠા ગામે નોંધાયેલા એટ્રોસિટી એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે લીલીયા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે હ્યુમન સોર્સની ચોક્કસ બાતમીના આધારે કોટડાપીઠા ગામના ૩૪ વર્ષીય વનરાજભાઈ વલકુભાઈ બોરીચાની લીલીયાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં બાબરા પોલીસની ટીમ જાડાઈ હતી.




































