અમરેલી જિલ્લામાં વિવિધ બનાવોમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ બનાવમાં, બાબરાના વાવડા ગામે રહેતા રમેશભાઈ નાનજીભાઈ મકવાણા (ઉં.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, નાનજીભાઈ ગગજીભાઈ મકવાણા (ઉં.વ.૭૦) ગોખલાણા-વાવડા રોડ પર વાવડા ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક કૂતરું આડું ઊતરતાં મોટરસાયકલને બ્રેક મારી હતી. જેથી મોટરસાયકલ સ્લિપ થઈ જતાં તેઓ રોડ પર ફંગોળાયા હતા. માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.બીજા બનાવમાં, લીલીયાના ભોરીંગડા ગામે રહેતા મુકેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૫)એ જાહેર કર્યા મુજબ, પ્રકાશભાઈ હિંમતભાઈ ચૌહાણ (ઉં.વ.૪૫)ને છેલ્લા છ મહિનાથી કમળાની બીમારી હતી, જેના કારણે તેમણે ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડતાં હૃદય બંધ પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.ત્રીજા બનાવમાં, ભાવનગરના ખાટડી ગામે રહેતા બુધાભાઈ નાનુભાઈ ગોયલ (ઉં.વ. ૫૨)એ જાહેર કર્યા મુજબ, શૈલેષભાઈ બુધાભાઈ ગોયલ (ઉં.વ. ૨૮)ને ધંધાની ચિંતા તેમજ માનસિક બીમારીની દવા ચાલુ હતી. જેનાથી કંટાળી જઈ તેમણે પોતાની મેળે ઘરે એસિડ પી લેતાં સારવાર દરમિયાન (અથવા ‘એસિડ પી લેતાં’) તેમનું મૃત્યુ થયું હતું.








































