ચિતલ ખાતે રણછોડદાસ હોસ્પિટલ-રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલના સંયુક્ત ઉપક્રમે ૨૬ નવેમ્બર, ગુરુવારે ૧૩૫મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે. દર મહિનાની ૨૬મી તારીખે યોજાતા આ કેમ્પનું આયોજન સવારે ૯ઃ૩૦ કલાકે સરસ્વતી વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું છે.સ્વ. બાબુભાઈ કાનજીભાઈ સોડીંગળાની પુણ્યસ્મૃતિમાં નટુભાઈ બાબુભાઈ સોડીંગળા અને પરિવારના સહયોગથી આ સેવાયજ્ઞ યોજાશે. કેમ્પનું દીપ પ્રાગટ્ય વિશ્વનાથદાસજી બાપુ અને નિતેશભાઈ ડોડીયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જીગ્નેશભાઈ સોડીંગળા, ચેતનભાઈ સોડીંગળા, પ્રતીકભાઈ રાવલ અને રશ્મિબેન રાવલ ઉપસ્થિત રહેશે.કેમ્પને સફળ બનાવવા બિપીનભાઈ દવે, દિનેશભાઈ મેસીયા, ઈતેશભાઈ મહેતા સહિત આયોજન સમિતિના સભ્યો અને સહયોગીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોએ જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.