સ્પે. પોક્સો કોર્ટે એક મહ¥વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. જેમાં એક જ યુવક સગીરાને બે વાર ભગાડી ગયો અને ગર્ભવતી બનાવી હતી. જેથી આ મામલે બે અલગ અલગ કેસ કરવામાં આવ્યા હતા. પોક્સો કોર્ટના જજ એન.એચ. વસવેલીયાએ બે કેસમાં યુવકને ૨૦-૨૦ વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. આરોપીનું ડીએનએ મેચ થાય છે ત્યારે આવા કેસમાં આરોપી સામે દયા ન દાખવી શકાય. નોંધનીય છે કે, પહેલીવાર ભગાડી ગયા બાદ કેસ થતા ફરાર રહ્યો હતો અને મહિનામાં જ ફરી ભગાડી જતા બીજા કેસ થયો હતો.
ચમનપુરા વિસ્તારમાં રહેતો હરેશ ઉર્ફે જેણુ નટવરભાઇ પટણી ૨૪ મે ૨૦૨૨ના રોજ શાહીબાગ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષિય મોના (ઓળખ છુપાવા નામ બદલ્યું છે)નું અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ રાખી મોના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે આરોપી હરેશ પટણીની શોધખોળ કરી હતી પરંતુ પોલીસ તેને ઝડપી શકી ન હતી. બાદમાં હરેશે ફરી મોનાની શોધખોળ આદરી હતી. જા કે, હરેશના ત્રાસના કારણે મોના અને તેના પરિવારના સભ્યો શાહીબાગ છોડી મેઘાણીનગર વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. ૨૪ જૂન ૨૦૨૨ના રોજ ફરી હરેશ મોનાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જેથી મોના ગર્ભવતી થઇ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે અલગ પોક્સોની ફરિયાદ નોંધી ૭ જુલાઇ ૨૦૨૨ના રોજ ઝડપી લીધો હતો.
બન્ને કેસમાં પોલીસે અલગ અલગ ચાર્જશીટ રજૂ કર્યા હતા. જેમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીનું ડીએનએ મેચ થાય છે, આરોપી એક જ મહિનાના ગાળામાં જામીન મળ્યાથી બે વાર સગીરાને ભગાડી ગયો હતો. આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જાઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને બન્ને કેસમાં અલગ અલગ ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી છે.
કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર કોર્ટમાં ‘હોસ્ટાઈલ’ (ફરી ગયેલી) થઈ હોવા છતાં, તેની ઉલટતપાસ, મેડિકલ હિસ્ટ્રી અને સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ હેઠળના નિવેદન પરથી આરોપી સાથેના શારીરિક સંબંધોની હકીકત સ્પષ્ટ થાય છે. ભોગ બનનાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરની સગીર હોવાથી તેની સંમતિ કાયદેસરની સંમતિ ગણાતી નથી અને પ્રેમસંબંધ કે સંમતિથી થયેલા શારીરિક સંબંધનો બચાવ પોક્સો કેસમાં માન્ય રહી શકે નહીં. ભોગ બનનાર પોતાની મરજીથી ઘરેથી નીકળી ગઈ હતી અને આરોપીને ત્યાં બોલાવ્યો હતો. કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કે લલચાવી-ફોસલાવી લઈ જવાના ત¥વો સાબિત ન થતા, આરોપીને આઇપીસીની કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ નિર્દોષ ઠરાવવામાં આવ્યો છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના પંચનામામાં કેટલાક પંચો ફરી ગયા હોવા છતાં, ભોગ બનનારે બતાવેલી જગ્યા અને અન્ય પુરાવાઓ પરથી ઘટના સાબિત થાય છે. તેમજ ફૂટેજ કે વાહનચાલકોના નિવેદન ન લેવા જેવી તપાસની ક્ષતિઓ અનેરિપોર્ટમાં શુક્રાણુ/લોહીના ડાઘ ન મળવા જેવી બાબતો મુખ્ય ગુનાને નબળો પાડતી નથી. ફરિયાદ દાખલ કરવામાં થયેલા સમય અંગે પણ કોર્ટે માન્યું કે શોધખોળ બાદ ફરિયાદ નોંધાઈ હોવાથી તે આરોપીને લાભ અપાવી શકે નહીં.