જાફરાબાદ શહેરની રામ રહીમ સોસાયટીમાં તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી. ખાનગી નોકરિયાત હિતેન્દ્રભાઈ વાઘજીભાઈ વિંઝુડા (ઉ.વ.૪૯)ની કાળા રંગની હોન્ડા શાઇન મોટરસાઇકલ (નં. ય્ત્ન-૧૪-મ્હ્લ-૭૩૫૩) ઘરની બહાર પાર્ક કરેલી હતી. કોઈ અગમ્ય કારણોસર વાહનમાં અચાનક આગ લાગતા આખી બાઇક સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ આગના બનાવમાં આશરે રૂ.૬૦,૦૦૦નું નુકસાન થયું હોવાનું જાહેર થયું છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધ કરવામાં આવી છે.