બાબરા તાલુકાના વાંકીયા ગામે ઘર તરફ જવાના રસ્તા પર દીવાલ ચણી રસ્તો બંધ કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર પથ્થરમારો કરાયાની ઘટના બની છે. વાંકીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા ફરિયાદી ગીતાબેન ભાવેશભાઇ મકવાણા (ઉં.વ. ૩૨) એ તા. ૧૯/૧૧/૨૬ ના સાંજે ૬ઃ૪૦ વાગ્યે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, આરોપીઓ અજયભાઇ મંડીર, અનિશાબેન મંડીર, હેતલબેન મંડીર અને શૈલેષભાઇ મંડીરે ફરિયાદીના ઘરે જવાના રસ્તે બેલાની દીવાલ ચણી માર્ગ બંધ કરી દીધો હતો. અવારનવાર સમજાવવા છતાં રસ્તો ન ખોલતા અને તેનું મનદુઃખ રાખી આરોપીઓએ ગીતાબેન તથા તેમના પતિને બિભત્સ ગાળો આપી હતી. ઉપરાંત બેલાના પથ્થરના છૂટા ઘા કરતાં ફરિયાદીને જમણા પગે મૂઢ ઈજા અને જમણા હાથની બે આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


































