સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં ૧૬ વર્ષના કિશોરની આધુનિક ZSR પદ્ધતિથી સુન્નતની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં ઓછામાં ઓછી વાઢકાપ અને ટાંકા વગર ઓપરેશન થાય છે. હોસ્પિટલના અધીક્ષક ડા. વિવેક તરસરીયા સહિત તબીબી ટીમના માર્ગદર્શન અને સહયોગથી સર્જરી સફળ રહી હતી. હોસ્પિટલમાં અન્ય ગંભીર રોગોની સારવાર પણ ઉપલબ્ધ છે.