અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ અને તેમના પતિ, ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુ, ટૂંક સમયમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવાના છે. તેઓ બાળકના આગમન પહેલા તેમના પરિવાર સાથે ખાસ ક્ષણો વિતાવી રહ્યા છે. તાજેતરમાં, સમન્થા અને રાજે તેમના ઘરે એક નાની પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના સભ્યો અને વડીલો હાજર રહ્યા હતા. સમન્થાએ આ ખાસ પ્રસંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં તેઓ પૂજા કરતા અને તેમના પરિવાર તરફથી આશીર્વાદ મેળવતા જાવા મળ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતા, સામન્થાએ ફક્ત તેમને ‘અમે’ કેપ્શન આપ્યું અને સફેદ હૃદયનું ઇમોજી ઉમેર્યું. અભિનેત્રી ફોટામાં તેની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ જાવા મળી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, દંપતીએ ઇશા ફાઉન્ડેશનમાં પરંપરાગત સીમંતમ (બેબી શાવર) સમારોહની ઉજવણી કરી હતી.
સામન્થાએ આ ખાસ પૂજા માટે લાલ અનારકલી સૂટ પહેર્યો હતો. દરમિયાન, રાજ ક્રીમ રંગના કુર્તા અને સફેદ પાયજામામાં જાવા મળ્યો હતો. એક ફોટામાં, બંને સાથે બેઠા છે, એકબીજાને પ્રેમથી જાતા જાવા મળે છે. અન્ય ફોટામાં, તેઓ પૂજા વિધિ કરતા જાઈ શકાય છે. આ દરમિયાન, પરિવારના વડીલો સામંથાના માથા પર હાથ રાખીને તેને આશીર્વાદ આપતા જાવા મળ્યા. અભિનેત્રીએ તેની માતા નિનેટ પ્રભુ સાથેનો ફોટો પણ શેર કર્યો અને પરિવારની અન્ય મહિલાઓ સાથે પોઝ આપ્યો.ઘરે પૂજા પહેલા, સામંથા અને રાજે સપ્ટેમ્બરમાં પરંપરાગત ‘સીમંતમ’ (બેબી શાવર) સેરેમની ઉજવી. આ કાર્યક્રમ સદગુરુના ઈશા ફાઉન્ડેશનમાં યોજાયો હતો, જ્યાં તેમણે આવનારા બાળક માટે ધાર્મિક વિધિઓ કરી હતી.સમન્થાએ જૂન ૨૦૨૬ માં તેની તેલુગુ ફિલ્મ “મા ઇન્તી બંગારામ” ના સક્સેસ મીટ દરમિયાન તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. આ સમય દરમિયાન, તેણીએ તેના ભવિષ્યના કામ અને ફિલ્મો વિશે પણ ચર્ચા કરી હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેના વર્તમાન પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કર્યા પછી, તે અભિનયમાંથી વિરામ લેશે અને માતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણીએ કહ્યું, “મારી પરિÂસ્થતિને જાતાં, મારે મા ઇન્તી બંગારામ પછી વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ સાથે પાછી આવીશ.” ત્યારબાદ સામન્થાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.