રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે દિલ્હી પોલીસ પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિક બનતા પહેલા મતદાર યાદીમાં સામેલ હોવાનો આરોપ લગાવતી ફરિયાદ પર આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.રિયાદી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરાયેલી અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટે આ આદેશ આપ્યો હતો. ત્રિપાઠીએ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. શરૂઆતમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયા દ્વારા તેમની ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ત્રિપાઠીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.૨૧ સપ્ટેમ્બરના રોજ, સેશન્સ કોર્ટે એસીજેએમના આદેશને રદ કર્યો અને મેજિસ્ટ્રેટને ફરિયાદ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો. સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી અને દિલ્હી પોલીસને સાંભળ્યા પછી મેજિસ્ટ્રેટે તર્કસંગત આદેશ પસાર કરવો જાઈએ. ન્યાયાધીશ વિશાલ ગોગણેએ એક વિગતવાર આદેશમાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટનો આદેશ વિકૃત અને ગેરવાજબી હતો અને સોનિયા ગાંધી વિરુદ્ધ કોગ્નઝેબલ ગુનો બન્યો છે કે કેમ તે પ્રશ્ન પર મૌન રહ્યા. ફરિયાદીનો આરોપ છે કે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જાકે તેઓ એપ્રિલ ૧૯૮૩માં જ ભારતીય નાગરિક બન્યા હતા. તેમનો દાવો છે કે નામ ૧૯૮૦માં સામેલ કરવામાં આવ્યું હતું, ૧૯૮૨માં દૂર કરવામાં આવ્યું હતું અને ૧૯૮૩માં ફરીથી સામેલ કરવામાં આવ્યું હતું.