અમરેલીના સેન્ટર પોઇન્ટ અને અખાડાવાળા રસ્તે જાહેર રોડ પર મોટરસાઇકલમાં ઘાતક હથિયારો (તલવાર અને છરી) રાખીને આંટાફેરા મારતા એક શખ્સ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિરાજ ઉર્ફે પપ્પુ નામના શખ્સે પોતાના મોટરસાઇકલ (GJ-૧૪-DN-૯૬૦૦) માં તલવાર અને છરી જેવા હથિયારો ખુલ્લા રાખીને આ વિસ્તારમાં આંતક મચાવ્યો હતો.દરમિયાન ૧૧૨ ની પોલીસ મોબાઇલ વ્હીકલ ત્યાં આવી પહોંચતા જ આરોપી પોતાનું બાઇક અને હથિયારો સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ
આભાર – નિહારીકા રવિયા પોલીસે ગુનો નોંધ્યો છે.