અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭માં વિવિધ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. બાગાયતી પાકોનું વાવેતર વધારવા, આદુ-હળદર જેવા પાકોને પ્રોત્સાહન આપવા તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના હેતુથી આ યોજનાઓ અમલી બનાવાઈ છે. યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટે આધાર
ઓથેન્ટિકેશન ફરજિયાત છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ રાખવાની રહેશે. વધુ માહિતી માટે અમરેલીના સરદાર ચોક, ચક્કરગઢ રોડ સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.








































