અમરેલીના જસવંતગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. બળેલ વોશ આશરે ૧૦૦ લીટર, દેશી દારૂ લીટર-૧૫, દેશી દારુ બનાવવાનો આથો લીટર-૨૫૦, ભઠૃના સાધનો મળી કુલ કિ.રૂ.૧૪,૭૬૦નો પ્રોહી મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોરંગી ગામના પુરુષ પાસેથી બે લીટર દેશી દારૂ મળ્યો હતો.જિલ્લામાં વિવિધ સ્થળેથી છ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.







































