૨૦૨૨ માં શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ સમગ્ર દેશને ચોંકાવી ગયો હતો. શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા. આ હત્યાનો આરોપ તેના પ્રેમી આફતાબ અમીન પૂનાવાલ પર હતો. હવે, આ કેસ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબે આરોપ લગાવ્યો છે કે તિહાર જેલમાં અન્ય કેદીઓએ તેને મારી નાખવાની ધમકી આપી છે. આફતાબે હવે આ મામલે રક્ષણ માટે કોર્ટમાં અપીલ કરી છે, જેના પગલે કોર્ટે જેલ પ્રશાસનને નિર્દેશો જારી કર્યા છે.
અહેવાલો અનુસાર, શ્રદ્ધા વાલ્કર હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ તિહાર જેલમાં પોતાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે કેટલાક કેદીઓ છેલ્લા ૧૦ દિવસથી વારંવાર તેનો ચહેરો હથિયારથી કાપીને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે. અહેવાલો અનુસાર, આફતાબે પાંચ કેદીઓના નામ પણ લીધા છે જે તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. નોંધનીય છે કે આ હત્યા કેસમાં શ્રદ્ધા વાલ્કર માટે ન્યાય માટે લડતા તેના પિતા વિકાસ વાલ્કરનું ગયા વર્ષે અવસાન થયું હતું.
આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ લગાવેલા આ આરોપોને ધ્યાનમાં રાખીને, સાકેત જિલ્લા અદાલતે જેલ પ્રશાસનને નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે જેલ પ્રશાસનને આફતાબની સલામતી સુનિશ્ચિત કરવા અને જા જરૂરી હોય તો તેનો વોર્ડ અથવા સેલ બદલવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે સંબંધિત જેલ અધિક્ષક પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે. આફતાબે કોર્ટને માહિતી આપી કે તે હાલમાં તિહાર જેલ નંબર ૪છ માં બંધ છે, જે સજા વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાતી એક ખાસ સેલ છે.
કેસની સુનાવણી કર્યા પછી, કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, “કોર્ટ સંબંધિત જેલ અધિક્ષકને આરોપીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવાનું યોગ્ય માને છે. વધુમાં, જા જરૂરી હોય તો, આરોપીને કુખ્યાત કેદીઓથી દૂર એક અલગ વોર્ડ અથવા સેલમાં રાખી શકાય છે.








































