જૂનાગઢની રાજગાદીની રક્ષા માટે પોતાના એકના એક પુત્ર ઉગાનું બલિદાન આપનાર વીર દેવાયત આપા બોદરના નામે કેશોદ એરપોર્ટનું નામકરણ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત આહીર રેજિમેન્ટના યુવા અધ્યક્ષ ભાવેશ સોલંકીએ કેન્દ્ર અને ગુજરાત સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે દેવાયત આપાએ રાજકુમાર રા’ નવઘણના પ્રાણ બચાવવા પુત્રનું બલિદાન આપ્યું હતું. તેમના શૌર્ય, ત્યાગ અને વફાદારીની ઐતિહાસિક વિરાસતને રાષ્ટ્રીય ઓળખ મળે તે માટે કેશોદ એરપોર્ટનું નામ ‘વીર દેવાયત આપા બોદર એરપોર્ટ’ રાખી ઐતિહાસિક દસ્તાવેજોની ચકાસણી કરી સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે.








































