વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરિવાર દ્વારા સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા તથા દેવીપૂજક સમાજની સગર્ભા મહિલાઓને દર મહિનાની જેમ આ મહિને પણ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા. ૩ નવેમ્બરના રોજ બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડો. ઠુમ્મર તથા ર્નસિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાપરાના નિવાસી હંસાબેન મહેતા તથા અન્ય દાતાઓના સહયોગથી કુલ ૩૦ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણ કરાયું હતું. આ અંગે કૌશિક ચાવડાએ માહિતી આપી હતી.







































