બાબરા તાલુકાના ધરાઈ ગામે આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન નિકુંજનાયક બાલમુકુન્દ પ્રભુની હવેલી ખાતે આગામી તા. ૦૯/૧૧/૨૦૨૬, સોમવારના રોજ ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઠાકોરજીને વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ ધરાવવામાં આવશે. દીપાવલીના શુભ અવસરે તા. ૦૮ નવેમ્બરના રોજ વહેલી સવારે આંજણનાં દર્શન અને રાત્રે હાટડી દર્શન યોજાશે. જ્યારે તા. ૦૯ નવેમ્બરે સવારે ગોવર્ધન પૂજા અને બપોરે અન્નકૂટનાં દર્શન યોજાશે.