લીલીયા તાલુકાના ગુંદરણ ગામે આઝાદીના ૮૦ વર્ષ બાદ પ્રથમવાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એડવોકેટ વિજય સોનાણીના આયોજનમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસરપંચ રહીમભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. કોઈ ભેદભાવ વગર યોજાયેલા કાર્યક્રમમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપી સરદાર પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.