અમરેલીનાં જાણીતા કવયિત્રી શ્રીમતી શીલા મહેતા ‘શબ્દશિલ્પી’ દ્વારા રચિત ગઝલસંગ્રહ ‘પ્રતીક્ષાના દીવા’નો ભવ્ય વિમોચન ઉત્સવ તથા કવિસંમેલન તા. રવિવારના રોજ શરદપૂર્ણિમાના પાવન અવસરે હોટલ એન્જલ ખાતે યોજાયો હતો.આ સાહિત્યિક કાર્યક્રમમાં કવિઓ, કવયિત્રીઓ, સાહિત્યકારો, લેખકો અને સાહિત્યપ્રેમીઓની બહોળી ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ અને યાદગાર બનાવ્યો હતો. ગઝલસંગ્રહના વિમોચન સાથે કાવ્યરસની સુંદર અનુભૂતિ કરાવતા કવિસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી મુકુંદભાઈ મહેતા,ઔદીચ્ય બ્રહ્મસમાજના વડીલો અને કવિ કિશોરભાઈ જિકાદરા , કવિ ડો. અજય રાવલ ( ગાંધીનગર ) કાલિન્દીબેન પરીખ, , નવીનભાઈ જોશી, ડા. દુર્ગાબેન જોશી, પારુલબેન ખખ્ખર, મુકેશ દવે, અગન રાજ્યગુરુ, ડા. ભારતીબેન બોરડ સહિતના સાહિત્યકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.