સાપુતારા ખાતે યોજાયેલી SGFI રાજ્યકક્ષાની હોકી સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની DLSS U – 17-૧૭ ભાઈઓની હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી રજત પદક મેળવ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓની ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ગજેરા કેમ્પસની ટીમે ફાઇનલ સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ખેલાડીઓની મહેનત, કોચની તાલીમ અને વાલીઓના સહયોગથી મળેલી આ સિદ્ધિને સંસ્થાએ બિરદાવી હતી.સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા સહિતના હોદ્દેદારોએ વિજેતા ખેલાડીઓ અને કોચ અક્ષયભાઈ સોની, રુચિતભાઈ પટેલ તથા ટ્રેનર્સને અભિનંદન પાઠવ્યા હતા.








































