સુપ્રીમ કોર્ટે સરકારને તેના આદેશ છતાં તમામ પ્રકારના ફટાકડાના ખુલ્લા વેચાણ પર તાત્કાલિક ધ્યાન આપવા કહ્યું છે. એક અખબારના અહેવાલને ટાંકીને કોર્ટે કહ્યું કે બજારમાં તમામ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોર્ટે દિલ્હી-એનસીઆરમાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણને કારણે, સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફટાકડાના વેચાણ અને ફોડવા અંગે આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, ૭ અને ૮ નવેમ્બરના રોજ લીલા ફટાકડા ફોડી શકાય છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાનો સમય પણ નક્કી કર્યો છે. આ પછી, ફટાકડા પર પ્રતિબંધ ફરીથી ૯મી તારીખથી અમલમાં આવશે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશે એક અખબારના અહેવાલને ટાંકીને છજીય્ ઐશ્વર્યા ભાટીને જણાવ્યું હતું કે બજારમાં તમામ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે. કોર્ટે નોંધ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા, ભલે તે લાઇસન્સ પ્રાપ્ત હોય કે ન હોય, ઊઇ કોડ સાથે હોય કે ન હોય, ઉપલબ્ધ છે, ભલે સુપ્રીમ કોર્ટે ચોક્કસ સમયે જ તે ફટાકડા ફોડવાની મંજૂરી આપી હોય, તેમને લીલા રંગનું લેબલ લગાવ્યું હોય.ન્યાયાધીશ સુંદરેશે જણાવ્યું હતું કે સોમવારે જારી કરાયેલા સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, દુકાનોમાં તમામ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે. કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો. કોર્ટના નિર્ણય મુજબ, દિવાળી દરમિયાન ફક્ત બે દિવસ માટે જ લીલા ફટાકડા ફોડવાની મંજૂરી છે.







































