૭૦મી એસજીએફઆઈ સ્કેટિંગ સ્પર્ધા અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-૧૪ સ્પર્ધામાં રાજુલાના દેવીક કેતનભાઈ વેગડાએ પ્રથમ અને સ્પર્શ જી. મશરૂએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓ તા. ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સુરત ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમની સિદ્ધિને બિરદાવતાં રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કોલાદરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.








































