ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને હરીબેન ભગવાનજી લાલજી તેજુરા સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલની દીકરીઓએ અંકલેશ્વરમાં યોજાયેલા છઠ્ઠા ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટિવલ-૨૦૨૬માં સિદ્ધિ મેળવી છે. રિંકલ રમેશભાઈ ચૌહાણ અને કીર્તિ સુરેશભાઈ ચૌહાણે ‘એમ્ફિબિયસ બોટ’ નામનું નવીન મોડેલ રજૂ કરી તૃતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે ક્વિઝ સ્પર્ધામાં પલ દેવાંગભાઈ ઠાકરે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. શાળાના પ્રાધ્યાપક શુભમભાઈ પાટીલે પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપ્યું હતું. ફેસ્ટિવલમાં ઇસરોના વૈજ્ઞાનિકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ બદલ ગાયત્રી સંસ્કાર ધામના વડા પ.પૂ. સંત ડા. રતિદાદાએ આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યાં હતાં. મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતાએ પણ દીકરીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.