ભાવનગર જિલ્લાના ઉંમરાળા તાલુકામાં ટીંબી ખાતેની તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળીના તહેવારો નિમિત્તે તા. ૦૭/૧૧/૨૦૨૬ને શનિવારથી તા. ૧૩/૧૧/૨૦૨૬ને શુક્વાર સુધી સાત દિવસ બંધ રહેશે. તા. ૧૪/૧૧/૨૦૨૬ને શનિવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ ૨૪ કલાક ચાલુ રહેશે.





































