અમરેલીમાં સારહિ યુથ ક્લબ દ્વારા પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ શેરી ગરબીઓની મુલાકાત લેવામાં આવી હતી. ક્લબના સભ્યોએ આયોજકોને પ્રોત્સાહિત કરી માતાજીને પ્રસાદ ધરાવ્યો અને સન્માનપત્ર અર્પણ કર્યા હતા. શસ્ત્રપૂજન કરી પ્રાચીન પરંપરા અને શક્તિ ઉપાસનાના સંસ્કારોને ઉજાગર કર્યા હતા.ક્લબ દ્વારા શેરી ગરબીના આયોજકોને નવરાત્રીની પવિત્રતા જાળવવા અને ફિલ્મી ગીતોને બદલે પરંપરાગત ગરબા, ભક્તિગીતો તથા રાસ-ગરબાને પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી હતી. સંસ્કૃતિ અને પરંપરાનું જતન સમગ્ર સમાજની સહિયારી જવાબદારી હોવાનું જણાવાયું હતું. યુવા પેઢી સુધી આ વારસો પહોંચે તે માટે સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ આયોજનમાં દિલીપસિંહ ઠાકોર, સુરેશભાઈ શેખવા, સાગર ગેડિયા, નિખિલભાઈ આસર, પ્રશાંત પરમાર, અજય રાઠોડ, હિતેશભાઈ મહેતા સહિત ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.








































