ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા ગામમાં ગરબા દરમિયાન સાઉન્ડ સિસ્ટમ વગાડવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડૂત અરવિંદસિંહ ચાવડા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં તેમના જમણા પગમાં ગોળી વાગતાં તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. માણસા પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, વરસોડા ગામમાં ગરબા દરમિયાન સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે તકરાર થઈ હતી. આ વિવાદ અંગે ખેડૂત અરવિંદસિંહ ચાવડાએ પોલીસને જાણ કરી હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ, આ બાબતની અદાવત રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આશરે આઠ શખ્સો લોખંડની પાઇપ અને ધારિયાં સહિતનાં હથિયારો લઈને આવ્યા હતા. આ દરમિયાન અરવિંદસિંહ ચાવડા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. એક ગોળી તેમના જમણા પગમાં વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત ખેડૂતને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી.આ મામલે માણસા પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગરબાના સાઉન્ડ સિસ્ટમના વિવાદથી લઈને પોલીસને જાણ કર્યા બાદ થયેલા કથિત હુમલા સુધીની તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોની સત્યતા સ્પષ્ટ થશે.








































