નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, અમરેલી જિલ્લા અને નગર ટીમ તેમજ તમામ આયામોના કાર્યકર્તાઓ દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલ શેરી ગરબી મંડળોની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈની સૂચના અનુસાર તથા જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, સહમંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી અને નગર મંત્રી પંકજભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યકર્તાઓએ વિવિધ ગરબી સ્થળોએ માતાજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમ અંતર્ગત રોકડિયા પરા વિસ્તારના જય અંબે યુવક મંડળ, પંચદેવ યુવક મંડળ અને નવદુર્ગા યુવક મંડળની ગરબીની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત સરદાર ચોક તથા ગજેરા પરા વિસ્તારના સરદાર નગર શેરી નં. ૧ ગ્રુપ, ખોડિયાર યુવક મંડળ, કમલેશ્વર ગ્રુપ, શ્યામ યોગ યુવક મંડળ અને રામેશ્વર યુવક મંડળની ગરબીમાં પણ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા. જ્યારે સંકુલ રોડ, બહારપરા તથા ટાવર ચોક વિસ્તારના નીલકંઠ સોસાયટી, શિવશક્તિ મંડળ, જય અંબે યુવક મંડળ, મચ્છુ મા યુવક મંડળ અને કંસારા યુવક મંડળની ગરબીની પણ મુલાકાત લેવામાં આવી હતી.આ પ્રસંગે ગરબી મંડળોના આયોજકોને દુર્ગા માતાજીનો ફોટો, શ્રીફળ, સાકરનો પડો અને માતાજીની ચુંદડી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ ગરબી સ્થળોએ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ખાસ કરીને નીલકંઠ સોસાયટી અને મચ્છુ મા યુવક મંડળ ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્રપૂજનની ધાર્મિક વિધિ વિશ્વ હિન્દુ પરિષદના આશિષભાઈ જોષી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, અમરેલી જિલ્લાના કોષાધ્યક્ષ અને વક્તા ડા. પંકજભાઈ ત્રિવેદીએ સંગઠનના વિવિધ આયામો, કામગીરી, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ સંગઠનના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શેરી ગરબી મંડળોના આયોજકો દ્વારા કરવામાં આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમ દ્વારા નવરાત્રી પર્વની ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા સાથે સંગઠનના કાર્યકર્તાઓએ વિવિધ ગરબી મંડળો સાથે સંપર્ક સાધ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષા ગોપીબેન રાઠોડ, દુર્ગા વાહિની સહ સંયોજીકા હિરલબા વાળા, નગર ઉપાધ્યક્ષ રવિભાઈ પંડયા,ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ વાઢેર, લાલજીભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ કાબરિયા, જયદીપભાઈ બતાડા, હીરલભાઈ બતાડા, સાગરભાઈ વણઝારા, મયુરભાઈ સોલંકી, કેતનભાઈ ટાંક, પ્રશાંતભાઈ પરમાર, ઓમભાઈ કાબરિયા, મહાદેવભાઈ ઠાકર, દેવભાઈ મકવાણા, અજયભાઈ રાઠોડ, વિનયભાઈ વંડાગર, ઓમભાઈ નાલગે, ધવલભાઈ મૈસૂરિયા, ધ્રુવભાઈ મૈસૂરિયા, રોનકભાઈ અગ્રાવત, અર્જુનભાઈ રામાવત, મંત્રવ્યભાઈ ગૌસ્વામી, રવિભાઈ જોષી, કરણભાઈ વરૂ, કિશનભાઈ ચાવડિયા અને પાર્થભાઈ રામાવત, સંજયભાઈ મકવાણા અમરેલી નગર માતૃશક્તિ સંયોજિકા આરતીબેન ચોવટિયા, સહ સંયોજિકા પૂર્વીબેન ગોહિલ,મંજુબેન મકવાણા, વિશાખાબેન મકવાણા, રત્નાબેન મારુ અને હીરવાબેન મારુ, દિપાલીબેન મકવાણા સહિત પરિષદના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.નવરાત્રીના પાવન પર્વ દરમિયાન યોજાયેલી આ મુલાકાતો દ્વારા શેરી ગરબીના આયોજકોને પ્રોત્સાહન આપવા સાથે ધાર્મિક પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ અને સંગઠનાત્મક જાગૃતિને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.








































