અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત અમરેલીના શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સરકારી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધક ટીમોના પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલી આ સ્પર્ધાના પ્રાચીન ગરબા વિભાગમાં લેઉવા પટેલ ટ્રસ્ટ બી.બી.એ. મહિલા કોલેજ પ્રથમ, કે.પી. ધોળકિયા ઈન્ફોટેક મહિલા કોલેજ દ્વિતીય અને શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ધોરણ ૧૨ કોમર્સ તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે અર્વાચીન ગરબા વિભાગમાં શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ B.COM. મહિલા કોલેજે પ્રથમ, અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ BA મહિલા કોલેજે દ્વિતીય તેમજ લેઉવા પટેલ ટ્રસ્ટ બી.બી.એ. મહિલા કોલેજે તૃતીય ક્રમ મેળવ્યો હતો.









































