અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના અપાઈ હતી.તે અન્વયે એલ.સી.બી. પોલીસ ઈન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી રામસિંગ ઉર્ફે રામુ કાલુસિંગ અજનારને ઝડપી પાડ્‌યો છે.પકડાયેલ આરોપી રહે. રાતમાલીયા, તા.જોબટ, જિ. અલીરાજપુર (મધ્યપ્રદેશ) નો છે.