ધારી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. ધારી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારની ટીમ દ્વારા મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રેતી ભરેલ એક ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યું હતું.તંત્ર દ્વારા ટ્રેકટર સહિત કુલ ૨,૫૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.તંત્રની આ કડક કામગીરીથી રેતી ચોરી કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકોમાં પણ તંત્રની આ કામગીરીની ચર્ચા જોવા મળી રહી છે.









































