ગીરગઢડા તાલુકાના સણોસરી ગામે દીપડાના ભયને પગલે આજે ત્રીજા દિવસે પણ શાળા બહિષ્કાર યથાવત રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દીપડાના હુમલાની ઘટનાઓને કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વાલીઓએ તેમને શાળાએ મોકલવાનું બંધ કર્યું છે. ત્રણ દિવસથી શાળા બહિષ્કાર છતાં મામલતદાર, તાલુકા શિક્ષણ તંત્ર,TDOસહિતના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મુદ્દે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે બાળકોની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર હોવા છતાં તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી નથી. વાલીઓની માંગ છે કે વનવિભાગ, શિક્ષણ વિભાગ અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ગામની મુલાકાત લઈ શાળા તથા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરે અને દીપડાના ભયનો કાયમી ઉકેલ લાવે.































