મેટ રેનશોએ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોતાની વાપસી યાદગાર બનાવી છે. દક્ષિણ આફ્રિકા સામે ડર્બન ટેસ્ટમાં બેટથી ઘણા રન બનાવ્યા બાદ, તેણે બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ ઇનિંગમાં ૧૯૦ રન અને બીજા ઇનિંગમાં ૮૪ રન બનાવનારા રેનશોએ મેચમાં બે મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. આ શાનદાર પ્રદર્શન સાથે, તેણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક રેકોર્ડ તોડ્યો જે અગાઉ મહાન ઓલરાઉન્ડર જેક્સ કાલિસ દ્વારા રચવામાં આવ્યો હતો.રેનશોના શÂક્તશાળી પ્રદર્શનને કારણે, પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ડર્બનના કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે ત્રણ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૧૪ રનથી હરાવ્યું. લગભગ ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછા ફરનારા રેનશો માટે આ મેચ ખાસ હતી. ઓસ્ટ્રેલિયાની ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટીમમાં પાછા ફર્યા પછી આ તેની બીજી મેચ હતી.
પાંચમા નંબરે બેટિંગ કરતા રેનશોએ પ્રથમ ઇનિંગમાં શાનદાર ૧૯૦ રન બનાવ્યા. એક સમયે, ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬ વિકેટે ૧૨૪ રન હતો, અને ટીમ મુશ્કેલીમાં દેખાતી હતી. રેનશોએ જવાબદારી સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં ૩૯૦ રન બનાવ્યા.રેનશોની બેટિંગ બીજી ઇનિંગમાં પણ ચાલુ રહી. તેણે ૮૪ રન બનાવીને ટીમની લીડ મજબૂત કરી. બેટિંગ બાદ, તેણે બોલમાં પણ યોગદાન આપ્યું, બીજી ઇનિંગમાં ટેમ્બા બાવુમા અને કાયલ વેરેનની મહત્વપૂર્ણ વિકેટો લીધી, જેનાથી દક્ષિણ આફ્રિકા માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ.આ પ્રદર્શન સાથે, રેનશો દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ મેચમાં ૨૫૦ થી વધુ રન બનાવનાર અને ઓછામાં ઓછી બે વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. આ રેકોર્ડ અગાઉ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી જેક્સ કાલિસના નામે હતો, જેમને ક્રિકેટ ઇતિહાસમાં મહાન ઓલરાઉન્ડરોમાંના એક માનવામાં આવે છે.ટેસ્ટ ક્રિકેટના ૧૪૯ વર્ષના ઇતિહાસમાં, રેનશો આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ૧૧મો ખેલાડી બન્યો. તે દક્ષિણ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવનાર ત્રીજા ખેલાડી છે. તેમના પહેલા રચિન રવિન્દ્ર અને વીરેન્દ્ર સેહવાગે પણ આ સિદ્ધિ મેળવી હતી. રેનશોએ આ ટેસ્ટમાં કુલ ૨૭૨ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર પાંચમા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતા ખેલાડી દ્વારા આ બીજા સૌથી વધુ રનનો કુલ સ્કોર છે. આ યાદીમાં ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ તેમનાથી આગળ છે, જેમણે ૨૬૮ અને ૨૬ રનની ઇનિંગ્સ સાથે કુલ ૨૮૪ રન બનાવ્યા છે.
રેનશો દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં પાંચમા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સદી અને અડધી સદી ફટકારનાર ત્રીજા ખેલાડી પણ બન્યો. તેમના પહેલા, દક્ષિણ આફ્રિકાના ડેનિસ લિન્ડસેએ ૧૯૬૬માં જાહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે અને શ્રીલંકાના કુસલ પરેરાએ ૨૦૧૯માં ડરબનમાં આ સિદ્ધિ મેળવી હતી.











































