સાવરકુંડલાના દેવળા ગેટ ખાતે આવેલી એરોગેસ એજન્સીની કચેરીએ ગેસ સિલિન્ડર અને દ્ભરૂઝ્રની કામગીરી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી સમસ્યા યથાવત હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. હાલ અંદાજે ૫ હજાર જેટલા ગ્રાહકોની દ્ભરૂઝ્ર કામગીરી ચાલી રહી છે, પરંતુ ધીમી કામગીરીના કારણે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કચેરીએ પીવાના પાણી અને બેસવાની પુરતી સુવિધા પણ નથી. સ્ટાફ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા અવારનવાર ગ્રાહકો વચ્ચે રકઝકના બનાવો બને છે. અગાઉ રજૂઆતો અને આંદોલનો છતાં સ્થિતિમાં સુધારો ન થતાં લોકોમાં રોષ છે. તંત્ર અને જનપ્રતિનિધિઓએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવી તેવી માંગ ઉઠી છે.