ખાંભા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રજાપતિ જ્ઞાતિ વાડી ખાતે શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં શિક્ષણ, શિક્ષકોના પ્રશ્નો તથા સંગઠનની એકતા અને મજબૂતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમીનભાઈ પટેલ અને ખજાનચી મહેન્દ્રભાઈ વિંછીયા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ તારપરા સહિતના આગેવાનો તથા જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંગઠિત પ્રયાસો કરવા અને એકતા જાળવવા હાકલ કરી હતી. તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરીથી અધિવેશનમાં સંગઠનશક્તિનો પરિચય થયો હતો. અંતે પ્રમુખ નિલેશભાઈ ઉનાગર અને મંત્રી વિનોદભાઈ ગાજીપરાએ સૌનો આભાર માન્યો હતો.