સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની નાટક અને રંગોળી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.‘વિકસિત ભારત’ અંતર્ગત બાલ વિજ્ઞાન ભવન અમરેલી દ્વારા યોજાયેલી સ્પર્ધામાં ‘દરિયાઈ પ્રદૂષણ’ વિષય પર નાટક રજુ કરાયું હતું. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થી બગડા સજલે પણ ઉત્કૃષ્ટ રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા. શિક્ષકો નીતિનભાઈ સાવજ અને હિતેશભાઈ સોઢીયાએ માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા.






























