ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામથી એભલવડ તરફ જતા રોડ પર ગૌવંશનું માથું ધડથી અલગ હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. માર્ગ પરથી પસાર થતા રાહદારીએ ગૌવંશના અવશેષો જોતા ગૌરક્ષકોને જાણ કરી હતી. ત્યારબાદ સંબંધિત તંત્રને જાણ કરવામાં આવતા ૧૦૨ સેવા મારફતે મૃત ગૌવંશને ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગે ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગૌવંશનું માથું ધડથી અલગ કઈ રીતે થયું તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.







































