ધોરાજી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના અધ્યક્ષ સ્થાને વિશેષ સફાઈ અભિયાન યોજાયુ હતું. જેમાં પાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જનતા ગાર્ડનથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી કર્મચારીઓએ જાતે સફાઈ કરી હતી. તેમજ સફાઈ કામદારોને પણ અભિયાનમાં જોડીને શહેરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.




































