અમરેલીમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન અને ઐતિહાસિક રાજમહેલ કંપાઉન્ડ ખાતે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર શ્રમદાન કરી કચેરીઓ, જાહેર માર્ગો તથા ખુલ્લી જગ્યાઓમાં સફાઈ કરી હતી. તેમજ પ્લાસ્ટિક મુક્ત પરિસરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લા સેવા સદન પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમણે સ્વચ્છતા સાથે આસપાસ હરિયાળી વધારવી પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેક્ટર એ.એ. ડોડિયા સહિત નાયબ કલેક્ટરો, મામલતદારો અને મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






































